મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગના મુખ્ય અધિકારી જે.આર. પટેલના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં વર્ષ 2022-23 નેશનલ ફ્રુડ સિક્યુરિટી મિશન ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ ખેડૂતો માટે શિબિર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 700થી વધારે ખેડૂતોએ વિવિધ પ્રકારની ખેતી અને તેને લગતી તમામ માહિતી વિશિષ્ટ તજજ્ઞો વૈજ્ઞાનિક અને અધિકારીઓ પાસેથી મેળવી હતી.
મહીસાગર જિલ્લામાં સપ્તાહ દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (ન્યુટ્રી સીરીયલ) યોજના અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી, જે આર. પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ. જેમાં કાર્યક્રમ તારીખ 03/01/2023ના રોજ લુણાવાડા તાલુકાના કોલવણ ગામથી શુભારંભ કરી તારીખ 11/01/23ના રોજ ખાનપુર તાલુકાના ગાંગટા ગામે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં તારીખ 05/01/2023ના રોજ બાલાશિનોર તાલુકાના નવાગામ ખાતે ધારાસભ્ય માનસિંહ ચૌહાણની ઉપસ્થિત શિબિર યોજાઈ હતી.
જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આ શિબિર યોજાઈ હતી. જેમાં અંદાજિત જિલ્લાના 700થી વધુ ખેડૂતોને સાજીદ વ્હોરા, મદદનીશ ખેતી નિયામક, પી કે પટેલ, મદદનીશ ખેતી નિયામક, મહેશ દેસાઈ, મદદનીશ ખેતી નિયામક, ડો. મયુર ડામોર, ખેતી અધિકારી, આ.કૃ.યું.ના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો તેમજ બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થાના અધિકારી દ્વારા ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પી એમ કિસાન સન્માન નિધિ યોજના, આંતર રાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 હેઠળ બાજરી, બાવટો, રાગી, બંટી જેવા વિસરાયેલ પાકોની માહિતી, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, આઇ ખેડૂત પોર્ટલની સમજ, ખેતીવાડીની યોજનાઓ, નેનો યુરિયા ખાતરનો વપરાશ કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો, ગ્રામસેવકો અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ દ્વારા ખૂબ જ અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું હતુ. આ તાલીમોમાંથી મહીસાગર જિલ્લાના ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી કરવા પ્રતિજ્ઞા કરી રાજ્ય અને દેશમાં નામ રોશન કરશું તેવી નેમ લીધી હતી અને જય જવાન જય કિસાન જય વિજ્ઞાનને સાર્થક કરતા મહીસાગર જિલ્લાના ખેડૂતો આવનાર વર્ષોમાં પણ ઉત્સાહભેર ભાગ લશે, તેવું અધિકારીઓ જણાવ્યું હતુ. મહીસાગર જિલ્લાના ખેતીવાડી ટીમ દ્વારા ચાલુ વર્ષે શિડ્યુલ મુજબની ખેડૂત શિબિર કરવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે ખેડૂતોની સમસ્યાઓ દૂર થાય તે હેતુથી ખેડૂત શિબરોનું આયોજન કરવામાં આવતું હોય છે. તેજ ઉદ્દેશ્યથી આ વર્ષે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો ઉત્સાહભેર જોડાઈને લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.