• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Due To Heavy Rain In Mahisagar District, Many Vijpoles Collapsed, People Due To Power Failure Reached The Milk Dairy To Charge Their Mobile Phones.

કમોસમી વરસાદથી લોકોને હાલાકી:મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજપોલ ધરાસાયી થયા, વીજળી ગુલ થતા લોકો દૂધની ડેરીમાં મોબાઈલ ચાર્જ કરવા પહોંચ્યા

મહિસાગર (લુણાવાડા)14 દિવસ પહેલા

મહીસાગર જિલ્લામાં ગત રાત્રી દરમિયાન ભારે પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિજપોલ ધરાસાયી થવાની ઘટના આમે આવી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કુલ 11- kv વોલ્ટના તોતિંગ 12 વિજપોલ ધરાસાયી થયા છે. તેમજ અન્ય વિસ્તારોમાં પણ MGVCL દ્વારા તાપસ હાથ ધરવામાં આવી રહી છે. હજી કેટલા વિજપોલ તૂટ્યા તેની તપાસ ચાલી રહી છે. તો આ વિજપોલ ધરાસાયી થવાનો આંકડો વધી પણ શકે છે. ત્યારે મહીસાગર MGVCL ના અધિકારીના જણાવ્યા પ્રમાણે અંદાજીત 50 હજાર કરતા વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ત્યારે વિજપોલ ધરાસાયી થતા અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે.

વીજળી ગુલ થતાં લોકો દૂધની ડેરીમાં મોબાઈલ ચાર્જ કરવા પહોંચ્યા
ગત રોજ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે ખાનપુર તાલુકામાં વધુ વરસાદ વરસતા વિજપોલ ધરાસાયી થયા છે અને વીજળી ગુલ થઈ છે. તેવામાં ખાનપુર તાલુકાના નરોડા ગામે ત્રણ વિજપોલ ધરાસાયી થતાં વીજપુરવઠો ખોરવાયો છે. જેથી દૂધની ડેરીમાં લોકો પોતાનો મોબાઈલ ચાર્જ કરવા માટે પોહચ્યા હતા. ડેરીમાં જનરેટર હોવાથી ગામના લોકો પોતાનો મોબાઈલ અને ચાર્જર લઈ ડેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાના મોબાઈલ ચાર્જ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...