લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ:મહીસાગરમાં પર્સન વીથ ડીસએબીલીટી નોડલ અધિકારીના અધ્યક્ષ સ્થાને "દિવ્યાંગ મતદાન જાગૃતિ" કાર્યક્રમ યોજાયો

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી એટલે લોકશાહીમાં પોતાની હિસ્સેદારી નોંધાવાનો અવસર. આ અવસરમાં સમાજનો દરેક વર્ગ પોતાની હિસ્સેદારી નોંધાવે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. સમાજના યુવા વર્ગથી લઈને જૈફ વયના મતદારો મતદાન થકી ચૂંટણી પર્વમાં જોડાઈને લોકશાહીના પાયાને વધુ મજબુત કરે તે માટે અનેક સુવિધાઓનું નિર્માણ કર્યું છે.

દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ
જે અનુસંધાને લોકશાહીના પર્વમાં મહીસાગર જિલ્લાના દિવ્યાંગજનો મતદાન થકી 100 ટકા હિસ્સેદારી નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર ખાતે પર્સન વીથ ડીસએબીલીટી નોડલ અધિકારીના અધ્યક્ષ સ્થાને "દિવ્યાંગ મતદાન જાગૃતિ" કાર્યક્રમ યોજાયો હતો.

સુવિધાનો લાભ લઈ અચૂક મતદાન કરવા અપીલ
આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રેણુકાબેને જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં દરેક નાગરિક મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેકવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ‘‘મતદાન" પણ અન્ય "દાન"ની જેમ ઘણું પવિત્ર છે. ત્યારે સમાજના જવાબદાર નાગરિક તરીકે પ્રત્યેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ. લોકશાહીના પર્વમાં દિવ્યાંગજનોના મતનું પણ એટલું જ મહત્વ છે. તેથી દરેક દિવ્યાંગ વ્યક્તિ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે આ વખતે મતદાન મથક સુવિધા પૂરી પાડવામાં આવશે. તો આ સુવિધાઓનો લાભ લઈને અચૂક મતદાન કરીએ.

અન્ય સમાચારો પણ છે...