મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જંગલ વિસ્તારમાંથી પાકાં થયેલા વાસને વન વિભાગ દ્વારા કાપીને તેનું વિતરણ કરવામાં આવ્યું છે. સંતરામપુર પૂર્વ અને પશ્ચિમ રેન્જના સયુંક્ત જંગલ વિસ્તારમાંથી આજે વિવિધ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને વાસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા વાસનું વિતરણ કરવામાં આવ્યું છે. સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ સભ્યોને બોલાવી સંતરામપુર પશ્ચિમ રેન્જ વાંકાનાળા રેસ્ટ હાઉસ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ મંડળીઓના સભ્યોને બોલાવી વન વિભાગના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા વાસ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત વન અધિકારી દ્વારા લોકોને જંગલ વિસ્તારમાંથી કાચા વાસ ન કાપવા તેના વિશે પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ પાકા વાસમાંથી યોગ્ય રીતે વિવિધ ચીજ વસ્તુઓ બને છે તેમ જણાવવામાં આવ્યું હતું.
આજે સંતરામપુર પશ્ચિમ રેન્જ વાંકાનાળા રેસ્ટ હાઉસ ખાતે યોજાયેલા વાસ વિતરણ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા નાયબ વનરક્ષક અધિકારી, સંતરામપુર પૂર્વ અને પશ્ચિમ રેન્જના RFO અને વન કર્મીઓ, સ્ટાફગણ અને NGOના સભ્યો ઉપસ્થિત રહી વિવિધ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના પ્રમુખ, મંત્રીઓને અને સભ્યોને બોલાવી વાસ વિતરણ કરવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના નાના નાના બજારોમાં અઠવાડિયાના નક્કી કરેલા એકવાર મુજબ હાટ બજાર ભરાતા હોય છે. જેમાં વિવિધ વાસમાંથી બનતી વસ્તુઓનું વેચાણ થતું હોય છે. સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના સભ્યો વાસ માંથી ટોપલી, ટોપલા, છાપડી, પવન નાખવાના વીણા, અનાજ ભરવાની કોઠી તેમજ ગૌરી વ્રત માટે જવારા વાવવા માટે ઉપયોગમાં લેવાતી ટોપલીઓ બનાવે છે અને આ બધું વસ્તુઓ હાટ બજારમાં વેચીને તેઓ રોજગારી મેળવે છે. ત્યારે વન વિભાગ દ્વારા આજે આવા પરિવારો રોજગારી મેળવી શકે તેવા હેતુથી વાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.