"બોલ મારી અંબે, જય જય અંબે":લુણાવાડા નગરના માઈભક્તો 52 ગજની ધજા લઈ પગપાળા અંબાજી પહોંચ્યા; ધજા અંબાજી મંદિરના શિખરે ચઢાવવામાં આવી

મહિસાગર (લુણાવાડા)18 દિવસ પહેલા

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે વિશાળ મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી હજારો માઈભક્તો પોતાની મનોકામના લઈને પગપાળા રથ ધજાઓ લઈને મા અંબાના ધામમાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના પારેખ વાડ યુવક મંડળના વિશાલ સોલંકી, નિમેષ પરમાર, સોનુ સિંધી, તન્મય પટેલ સહિતના યુવાનો આ વર્ષે લુણાવાડાથી ભાદરવા સુદ ચોથના દિવસે બોલ માંડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી પગપાળા 52 ગજની ધજા લઈને નીકળ્યા હતા અને ગઈકાલે અંબાજી પોહચ્યા હતા અને માં અંબાના મંદિરના શિખરે 52 ગજની ધજા ચઢાવી હતી.

માં અંબાના મંદિરના શિખરે 52 ગજની ધજા ચઢાવી
ઉલ્લેખનીય છે કે અંબાજી ભાદરવી પૂનમના મેળે લાખોની સંખ્યામાં માઈભક્તો રથ ધજાઓ લઈ સંઘો જોડી પગપાળા નીકળતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી ભક્તો પોતાની મનોકામના પ્રમાણે અંબાજી ચાલતા જાય છે અને માં આદ્યશક્તિ અંબાજી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...