દશામાં વ્રતની પુર્ણાહુતી:મહીસાગર જિલ્લામાં આસ્થાભેર 10 દિવસના દશામાંના વ્રત પૂર્ણ થતાં ભક્તોએ મહી નદીમાં મૂર્તિ વિસર્જન કર્યું

મહિસાગર (લુણાવાડા)2 મહિનો પહેલા
  • મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે દિવાસાના દિવસથી શરૂ થયેલા દશામાતાજીના વ્રતના આજે 10 દિવસ પૂર્ણ થતાં ઘરે ઘરે સ્થાપના કરેલ માતાજીની મૂર્તિનું આજે ભક્તો દ્વારા મહી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

વાજતે ગાજતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું
મહીસાગર જિલ્લાના ભાવિ ભક્તો દ્વારા વિવિધ સ્થળે મહીસાગર નદી કિનારે દશામાતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી ભક્તો દ્વારા પોતાના ઘરેથી વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાવીને માતાજીની પ્રતિમા માથે મૂકી નદી કિનારે આવી વિસર્જન કર્યું હતું. જેમાં જિલ્લાના મલેકપુર પાસે તાંતરોલી, હાડોડ, ઘોડિયાર,ડેગમડાં સહિત માહિસાગત નદી કીનારે પોંહચી વિસર્જન કરવામાં આવ્યું હતું અને પોતાની બાધા, મનોકામના માતાજી પરીપૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...