પોલીસની અનોખી પહેલ:મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોગા-કરાટેનું નિદર્શન, યુવાનોને વિવિધ તકનિકથી માહિતગાર કર્યા

મહિસાગર (લુણાવાડા)6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતની આઝાદીના 75 વર્ષ પુર્ણ થવાની ઉજવણીના આ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તારીખ 10 થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તે માટે મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટના માર્ગદર્શન હેઠળ લુણાવાડાની પી.એન.પંડયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજયના 100 જેટલા સુપર કોપ પોલીસ જવાનો દ્વારા રાયફલ કરાટે યોગાનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી
આ નિદર્શન દ્વારા આગામી તા. 13 થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંદેશો પાઠવાની સાથે પોલીસ જવાનો કેવી રીતે ચુસ્ત-તંદુરસ્ત રહી રાષ્ટ્ર અને નાગરિકોની સુરક્ષા અર્થે સદાય તત્પર રહે છે તેનું નિદર્શન રજૂ કરાયું હતું. જેને ઉપસ્થિત સર્વેએ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં​​​​​​​ Dy S.P પી.એસ. વળવી, હાર્દિક પ્રજાપતિ, લુણાવાડા ટાઉન પી.આઇ. રાકેશભાઈ ભરવાડ એલ.સી.બી પી.આઇ.વિમલભાઈ ઘોરાડા, આર.પી.આઇ. નિસરાતા, સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ,કર્મચારીઓએ અને શાળાના વિધાર્થીઓ સહિત એન.સી.સી.કેડેટસ, હોમગાર્ડઝ જવાનો અને જી.આર.ડી.ના જવાનોએ ઉપસ્થિત રહીને આ નિદર્શનને નિહાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...