• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Demolition Of Small Ganesha Idols Set Up In Lunawada From House To House Started Gradually; In The Afternoon, The Big Statues Will Be Unveiled

અગલે બરસ બાપ્પા જલદી આના:લુણાવાડામાં ઘરે-ઘરે સ્થાપિત ગણેશજીની નાની મૂર્તિઓનું વિસર્જન વાજતે-ગાજતે શરૂ; બપોર બાદ મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે

મહિસાગર (લુણાવાડા)25 દિવસ પહેલા

આજે ગણેશ વિસર્જન હોવાથી વહેલી સવારથી જ લુણાવાડા નગરમાં વાસીયા તળાવ ખાતે ભાવિક ભક્તો દ્વારા પોતાના ઘરે સ્થાપના કરેલા ગણપતિ બાપાની મૂર્તિઓનું ઢોલ નગારાંના તાલે વિસર્જન કરવા પધારી રહ્યા છે. અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત બપોર બાદ મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે. તે રીતે આજે આખા દિવસ દરમિયાન વાસીયા તળાવ ખાતે વિસર્જન યોજાશે.

આખા દિવસ દરમિયાન વાસીયા તળાવ ખાતે વિસર્જન યોજાશે
ગણેશ ચતુર્થી પૂર્વેથી ગણેશ ભક્તો દ્વારા ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને શહેરમાં ગણેશ ચતુર્થી પહેલાથી વાજતે ગાજતે ગણપતિ બપ્પાનું આગમન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં આસ્થા ભેર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તો દ્વારા પોતાના ઘરે પણ ગણેશજીની પધરામણી કરવામાં આવી હતી, જે તમામ પ્રતિમાઓનું આજે વિસર્જન છે. ત્યારે ભાદરવા સુદ ચૌદસના દિવસે લુણાવાડાના લોકો બાપ્પાનું વિસર્જન કરતા હોય છે. તેવામાં લુણાવાડા નગરમાં સ્થાપિત તમામ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન આજે થવાનું છે.

અન્ય સમાચારો પણ છે...