પર્યાવરણ સુરક્ષા એ જ જીવન:લુણાવાડા ખાતે પર્યાવરણ બચાવો સંદેશ સાથે સાઈકલોથોન યોજવામાં આવી; ધારાસભ્ય જીજ્ઞેશ સેવક દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

મહિંસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે JCI દ્વારા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદન મહિંસાગર ખાતેથી લુણાવાડા વિધાનસભા સુધી સાઈકલોથોનને ધારાસભ્ય જીજ્ઞેશ સેવક દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું. આ સાઈકલોથોનમાં મોટી સંખ્યામાં મહિલા, યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો. જે સેવા સદન ખાતેથી નીકળી લુણાવાડા નગરના વિવિધ માર્ગો પર ફરી પ્રદુષણ મુક્ત વાતાવરણ માટે પર્યાવરણ રક્ષાનો સંદેશ પાઠવ્યો હતો.

માનવીય જીવનમાં સ્વાસ્થ્યની જાળવણી માટે સાઈકલિંગ ખૂબ જ જરૂરી છે . શારીરિક તંદુરસ્તીની સાથે સાઈકલિંગએ પેટ્રોલ, ડીઝલની બચત ઉપરાંત પર્યાવરણ તેમજ આર્થિક ફાયદો આપે છે. ત્યારે મહીસાગર જિલ્લા સેવા સદનના મુખ્ય દરવાજાથી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે પર્યાવરણ બચાવોના સંદેશ સાથે જેસીઆઈ દ્વારા આયોજીત સાઈકલોથોનને ફ્લેગ ઓફ કરી ઉમદા હેતુ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાઈકલોથોનમાં અગ્રણી તબીબો , જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર પ્રમુખ, એસીબી પોલીસ ટીમ સહિત જેસીઆઈના મુખ્ય હોદ્દેદારો, અગ્રણીઓ સાઈકલિંગમાં રસ ધરાવતા યુવાનો અને બાળકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...