સાયકલયાત્રા:સંકટો અને આફતોથી લોકોની રક્ષાની પ્રાર્થના સાથે નવસારીના સાઇકલપ્રેમી વીરપુર પહોંચ્યા

વીરપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્જલના રહીશે 500 કિ.મી.નો પ્રવાસ કરી જલારામબાપા પ્રત્યેની આસ્થાને ઉજાગર કરી, સોમનાથ જવા રવાના

કુદરતી અફતો અને સંકટોમાંથી લોકોને ઉગારવા સાથેની પ્રાર્થના માટે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહિર 500 કિમિનો સાયકલ પ્રવાસ કરી યાત્રાધામ વિરપુર પહોંચ્યા હતા અને બાપાના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું. નોંધનીય છે કે જલારામ બાપામાં અતુટ શ્રધ્ધા ધરાવતા નરેશભાઈ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ 1700 જેટલા કિમિની સાયકલ યાત્રા કરે છે અને પોતાના ગામથી સાયકલ લઇને આવે અને સાયકલ પર જ પરત જાય.

સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુર કે જ્યાં હજારો જલારામ ભક્તો જલારામ બાપાના દર્શને આવે છે,કોઈ ભક્તો પગપાળા આવે છે તો કોઈ સાઇકલ લઈને આવતા હોય છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોકસાહિત્યકાર નરેશઆહિર વિરપુર આવી પહોંચ્યા હતા, અને વિરપુરમાં બાપાના દર્શન કરીને સોમનાથ તરફ જવા નીકળ્યા હતા.

છેલ્લા દસ વર્ષથી સાયકલ લઈને વિરપુર તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા નરેશભાઈએ જણાવ્યું હતું કે પોતે દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કંઇ ને કંઈ ધ્યેય સાથે આવે છે, ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક ધર્મના સંદેશ માટે પરંતુ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો અને પશુઓમાં લમ્પી વાયરસે પણ તાંડવ મચાવ્યું છે.

જેમને લઈને 1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને જલારામ બાપા અને સોમનાથ દાદા આ કુદરતી આફતો માંથી લોકોને ઉગારે એ હેતુસર આજે વિરપુર બાપાના મંદિરે શીશ ઝૂકાવી પ્રાર્થના કરી અને સોમનાથ તરફ આગળ પ્રયાણ કર્યું હતું, નવાઈની વાત તો એ છે કે નરેશભાઈ આહીર પોતે એકલા જ 1700 કિમિ જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘેર પણ સાયકલ લઈને જ જાય છે.

કોઈપણ વાહનોનો સહારો લેતા નથી ત્યારે જલારામ બાપાની કૃપાથી રસ્તામાં પણ કોઈપણ જાતની મુશ્કેલીઓ આવતી નથી અને છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા તેમના આ સાહસને લોકો વંદન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...