વનવિભાગ દોડતો થયો:લુણાવાડાના હડમતીયા ગામ પાસેથી મૃત હાલતમાં મગર મળી આવતાં ચકચાર, અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હોવાની આશંકા

મહિસાગર (લુણાવાડા)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હડમતીયા ગામ પાસે મૃત હાલતમાં મગર મળી આવતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

લુણાવાડા તાલુકાના મલેકપુર ગામેથી અંદાજીત એક કિલોમીટર દૂર હડમતીયા ગામ પાસે રસ્તા પર મૃત મગર જોવા મળ્યો હતો. સ્થાનિક ચર્ચા મુજબ ગત રાત્રિએે વરસેલા વરસાદના પગલે મગર રોડ પર આવી ગયો હશે કે કોઈ અજાણ્યા વાહનની અડફેટ મગરનું મોત નીપજ્યું હશે તેવી આશંકાઓ સેવાઇ રહી છે. મગર વહેલી સવાર રોડ પર મૃત અવસ્થામાં મળી આવતા મગરને જોવા માટે લોકટોળાં ઘટના સ્થળે ઉમટ્યાં હતાં. જ્યારે મલેકપુર ગામના જાગૃત સરપંચને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

મગરને પી.એમ અર્થે લુણાવાડા પશુદવાખાના ખાતે ખસેડાયો
વન વિભાગને જાણ થતાં વનવિભાગ તેમજ પશુ ચિકીત્સકની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ પશુપાલન વિભાગના ડોક્ટર દ્વારા મૃત મગરની તપાસ હાથ ધરવામાં આવતા તેમજ વનવિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાસ્થળે મૃત મગરનું પંચ કેસ કરી અને પી.એમ અર્થે લુણાવાડા પશુદવાખાના ખાતે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગના એન.જે કટારા, એ.સી.એફ, હવેલી રાઉન્ડ ફોરેસ્ટ બી.એન.તરાલ, કુલદીપસિંહ, ગમીરસિહ સહિત વન વિભાગના સ્ટાફના કર્મચારીઓ અને પશુપાલન વિભાગના ડૉક્ટર, કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...