જીતના આશાવાદ સાથે ફોર્મ ભર્યું:લુણાવાડામાં કોંગ્રેસે ગુલાબસિહ ચૌહાણને રિપીટ કર્યાં; મોટી જનમેદની સાથે રેલી યોજી

મહિસાગર (લુણાવાડા)2 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવા માટેનો આજે અંતિમ દિવસ હોવાથી વિવિધ પક્ષના અને અપક્ષ ઉમેદવારોએ આજે ગુરૂવારે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. મહીસાગર જિલ્લામાં ગઈકાલે ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે સાંજે ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમણે આજરોજ પોતાના નામાંકન પત્ર ભર્યા હતાં. લુણાવાડા 122 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિહ સોમસિંહ ચૌહાણને રિપીટ કર્યાં છે આજે તેમના દ્વારા મોટી જનમેદની સાથે રેલી યોજી પ્રાંત કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે રેલીમાં કોંગ્રેસ લુણાવાડા શહેર તાલુકા અને જિલ્લાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હજાર રહ્યા હતાં.

માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈ કાલે સાંજે વિવિધ બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં જેમાં 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિહ સોમસિંહ ચૌહણનું નામ જાહેર કર્યું છે. આજે ગુલાબસિહ પોતાનું નમાંકન પત્ર ભરવા પહોંચ્યા હતાં. લુણાવાડા ગોધરા રોડ પર આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે ગુલાબસિંહે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં. ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા. DJના તાલે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતાં અને ત્યાં જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...