મહીસાગર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન:વધતી જતી મોંઘવારીને લઈ લુણાવાડા ખાતે કોંગી નેતાઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

મહિસાગર (લુણાવાડા)3 દિવસ પહેલા

મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ મુખ્ય મથક લુણાવાડા ચાર રસ્તા ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે દેશમાં વધતી જતી મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ ભાઈ પટેલ સહિત જિલ્લાના કોંગ્રેસ નેતાઓ કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ નેતાઓ મોટી સંખ્યમાં જોડાયા હતા. જેમાં હાથમાં બેનર લઈને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે પણ માગ કરવામાં આવી હતી.

કોંગ્રેસે વિવિધ માંગણીઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો
કોંગ્રેસે વિવિધ માંગણીઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો
અન્ય સમાચારો પણ છે...