વાતાવરણમાં પલટો:મહીસાગર જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતની ચિંતામાં વધારો

મહિસાગર (લુણાવાડા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે શુક્રવારે પણ સતત વહેલી સવારથી વાતાવરણમાં પલટો સર્જાયો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે જેથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના ખેતરોમાં ખેડૂતોનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને કાપણીનો સમય ચાલી રહ્યો છે. તો બીજી બાજુ ખેતરોમાં પાક ઉભો છે ત્યારે વાતાવરણમાં પલટો સર્જતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ખેતીના પાક અને ઘાસચારાને નુક્સાન પોહચ્યું હતું. ત્યારે ફરીથી વાતાવરણમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના સંતરામપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન પોહચ્યું હતું. તે બાદ ફરથી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો સર્જાયો છે. જેથી ખેડૂતની ચિંતામાં વધારો થયો તો બીજી બાજુ વાદળ છાયા વાતાવરણના કારણે ગરમીમાં થોડી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...