ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ મોડમાં:મહિસાગરમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીને લઈને CISFની ટુકડીઓ તૈનાત; પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજાઈ

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે તેવામાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ત્યારે મહિસાગર જિલ્લામાં બાલાસિનોર લુણાવાડા અને સંતરામપુર એમ કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેવામાં મહિસાગર પોલીસ દ્વારા ચૂંટણી પૂર્વે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્રણેય વિધાનસભા બેઠકો પર CISFની ત્રણ ટુકડીઓ ઉતારવામાં આવી છે.

CISF અને ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજાઈ
મહિસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે મહિસાગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ CISFની પણ ત્રણેય તાલુકાઓમાં ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આજે લુણાવાડા શહેર ખાતે CISF અને લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા શહેરના વિવિધ મુખ્ય બજારો અને વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...