રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત થતાં કલા ઉત્સવમાં આ વર્ષે હર ઘર તિરંગાની થીમ રાખવામાં આવી છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વિધાર્થીઓમાં રહેલ વિશિષ્ટ કૌશલ્યોની ઓળખ અને પ્રતિભા વિકસાવવા શિક્ષણ વિભાગ દ્વારા કલા ઉત્સવનું શાળા સીઆરસી તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા એમ વિવિધ તબક્કાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા અને સંગીત સ્પર્ધા પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાઓ અંતર્ગત મહીસાગર જિલ્લામાં આજરોજ સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ વિવિધ ક્લસ્ટરમાં યોજાયો જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આજરોજ લુણાવાડા પોલન સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યુ હતું અને હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. નિર્ણાયકો દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને ક્રમ આપવામાં આવ્યા અને આગામી સમયમાં આ બાળકો તાલુકા કક્ષાએ ભાગ લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.