લુણાવાડા ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો:જિલ્લાના 307 સ્વ સહાય જૂથની બહેનોને રૂપિયા 273.90 લાખના ચેક વિતરણ કરાયા

મહિસાગર (લુણાવાડા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જુથો માટે સી.આઈ.એફ અને કેશ ક્રેડિટ કેમ્પ 42 પાટીદાર સમાજઘર ખાતે યોજાયો હતો. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી. એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર અધ્યક્ષ સ્થાને અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના 307 સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને વિવિધ યોજના અંતર્ગત રૂ.273.90 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આજની મહિલાઓ માત્ર ઘર નથી ચલાવતી
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે આજે મહિલાઓ માત્ર ઘર નથી ચલાવતી મહીલાઓ સરપંચ,આગંણવાડીમાં,જિલ્લા પંચાયત જેવા દરેક ક્ષેત્રમાં આગળ છે. જિલ્લાની બહેનોને પગભર કરવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે તથા તેમને નાણાકીય મદદ પહોંચે તે જરૂરી છે. આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સતત પ્રયત્નશીલ છે. મિશન મંગલમ સ્વ સહાય જુથોને બેંકમા કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે બેંકસખી બહેનો દ્વારા મદદ લેવા આહવાન કર્યું હતું. સરકારની ઉજવલ્લા યોજના થકી બહેનોને ઘુમાડા માંથી મુકત કરી છે.

આ પ્રસંગે ઘારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે પ્રાંસગીક ઉદબોઘનમાં જણાવ્યું હતુ કે, સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી 'રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના'ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમારે મહીલા લક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લઇ આગણ આવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, તેમજ લાઇવલી હુડ મેનેજર એચ.એ હજુરીએ કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સખીમંડળની બહેનોની સ્ટોલની મુલાકાત લીઘી હતી.

અન્ય સમાચારો પણ છે...