આવતી કાલે વિશ્વ ચકલી દિવસની ઉજવણી:મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા ઉજવણી કરાશે; 4000 ચકલીના માળા વિતરણ કરાશે

મહિસાગર (લુણાવાડા)એક દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળાનો વિતરણ કાર્યક્રમ રાખી પ્રકૃતિ પ્રેમીઓ મહીસાગરમાં 4000 ચકલીના માળા વિતરણ કરશે. 20મી માર્ચને સ્પેરો ડે તરીકે ઉજવાય છે. પક્ષીઓને બચાવવા ઘણી જહેમત ચાલે છે છેલ્લા 10 વર્ષમાં લોકોમાં જાગૃતિ આવી છે પરિણામે ઘરમાં માળા-કુંડા જોવા મળે છે. અવનવી પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં પેટનેસ્ટના કે ચકલી ઉપરાંત કાબર, બુલબુલ જેવા પક્ષીઓ પણ ઘટી રહ્યા છે અને દરેક પક્ષીઓના બચાવવા સાધનો બનાવ્યા છે. પરંતુ મુખ્ય ફોકસ ચકલી ઉપર છે. આર્ટિફિશિયલ ચકલીના માળા એટલે ચકલી ઘર દ્વારા પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથમાં લેવામાં આવ્યું છે.

મયુર પ્રજાપતિ પક્ષી પ્રેમીના જણાવ્યાં પ્રમાણે, ચકલી ડોમેસ્ટિક કેટેગરીમાં આવતું એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો ત્યાં આ પક્ષીઓએ તેનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાના કેટલાક સ્થાનો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ધર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેર ઇલાકાઓમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. આમાંથી ખાવુ સ્પેરોને ગુજરાતમાં ચકલી અને હિન્દીમાં ગોરીયા કહેવામાં આવે છે.

આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંની એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે. મોડી કે વહેલી ત્યાં ચકલીની જોડી રહેવા માટે પહોંચી જાય છે. હાલ સુપરમાર્કેટમાં કે કરિયાણાની દુકાનોમાં ચકલીઓના ઘર કે કુંડા મળતા નથી. આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમી યુવાનો ચકલી બચાવવા ખુબ સેવા કાર્ય કરી રહ્યા છે. મહીસાગર નેચર અને એડવેન્ચર ફોઉન્ડેશન દ્વારા આ દિવસે છેલ્લા 6 વર્ષથી મહીસાગર જિલ્લાના વિસ્તારમાં ચકલી માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...