• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Breaking The Locks Of Five Houses And Taking Cash Including Gold And Silver Jewellery; Police Reached The Spot And Conducted Investigation

લુણાવાડાની એક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા:પાંચ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડની ઉઠાંતરી; પોલીસ ઘટનાસ્થળે પહોંચી તાપસ હાથધરી

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના ચાર કોશિયા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીના બંધ મકાનોને ચોરોએ ટાર્ગેટ બનાવ્યા હતા. ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગત રાત્રી દરમિયાન પાંચ જેટલા મકાનોમાં ચોર ત્રાટક્યા હતા. રોકડ સહિત દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં આવેલા પાંચ જેટલા મકાનોના કે જ્યાં મકાન માલિકો બહાર ગામ ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી ચોરોએ પાંચ મકાનોના તાળા તોડી રોકડ સહિત દાગીનાની ચોરી કરી છે. મકાન માલિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અંદાજીત પાંચથી દસ તોલા જેટલા સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના સહિત 25થી 30 હજાર રોકડ રકમની ચોરી થઈ છે. ત્યારે સમગ્ર બનાવ અંગે લુણાવાડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...