• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • BJP Repeats Kuber Dindor In Lunawada, Cheers Among Supporters; Kuber Dindor Reached His Hometown And Received The Blessings Of His Parents

ફટાકડા ફોડી ઉજવણી કરી:સંતરામપુરમાં ભાજપે કુબેર ડીંડોરને રિપીટ કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ; પોતાના વતન પહોંચી માતા-પિતાના આશીર્વાદ મેળવ્યાં

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાની બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર થયા છે. ત્યારે કેટલાક ઉમેદવારો રિપીટ થયા છે. જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકીની 123 સંતરામપુરા વિધાનસભા બેઠક કે જ્યાં હાલના ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના મંત્રી ડો.કુબેર ડીંડોર કે જેમને ભાજપે રિપીટ કર્યા છે. ત્યારે કુબેર ડીંડોરને રિપીટ કરતાં તેમના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે અને સંતરામપુર કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.

ગાયત્રી શક્તિ પીઠના દર્શન કરી માતા-પિતાના આશીર્વાદ મેળવ્યા
ડો.કુબેર ડીંડોરનું આજે સંતરામપુર વિધાનસભાના ઉમેદવાર બેઠક પર નામ જાહેર થયું છે. ત્યારે કુબેર ડીંડોર દ્વારા સૌ પ્રથમ સંતરામપુર ખાતે આવેલી ગાયત્રી શક્તિ પીઠ ખાતે પહોંચીને માતાજીના દર્શન કરીને મંદિરે પૂજા પાઠ કર્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યાં હતાં. ત્યારબાદ તેઓ પોતાના વતન ભંડારા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તેમના માતા-પિતાના આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...