ભાજપ દ્વારા કોંગી સાંસદનું પૂતળા દહન:લુણાવાડા ચાર રસ્તા ખાતે ભાજપનું પ્રદર્શન, અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ માટે અપમાનજનક શબ્દ વાપરતાં વિરોધ

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા
  • હાથમાં બેનર લઈને સાંસદે આપેલા નિવેદનની માફી માંગવાની માગ સાથે સૂત્રોચ્ચાર

કોંગ્રેસના સાંસદ અધિર રંજનના નિવેદન બાદ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ગુરૂવારે સાંજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી લુણાવાડા નગર યુવા મોરચા દ્વારા શહેરના ચાર રસ્તા ખાતે કોંગેસના લોકસભાના વિરોધ પક્ષના સાંસદ અધિર રંજન ચૌધરી જેમના દ્વારા દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની જેવા શબ્દનો પ્રયોગ કરતા રોષ જોવા મળી રહ્યો છે. તેના વિરોધમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના અધિર રંજન સાંસદનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

આપેલા નિવેદનની માફી માંગવાની માગ સાથે સૂત્રોચ્ચાર
આ કાર્યક્રમમાં લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ સેવક, મહીસાગર જિલ્લા મહામંત્રી પ્રદિપ સિંહ રાઠોડ, પૂર્વ મહામંત્રી મુળજીભાઈ રાણા લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુભાઈ શાહ, મહામંત્રી યોગેશભોઈ સહીત મોટી સંખ્યામાં લુણાવાડા નગરના હોદેદારો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહીત કાર્યકતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ લુણાવાડા શહેર યુવામોરચા પ્રમુખ રવિરાણા, ઉમંગભોઈ ઘ્વારા કરવામાં આવ્યો હતો જેમાં હાથમાં બેનર લઈને સાંસદ એ આપેલા નિવેદનની માફી માંગવાની માગ સાથે સુત્રોચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...