આગામી વિધાનસભા 2022ની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા પૈકીની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી જીગ્નેશભાઈ સેવકને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે જીગ્નેશભાઈ સેવક દ્વારા શુભ મુહૂર્તમાં પ્રાંત કચેરી લુણાવાડા ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ફોર્મ ભર્યા પહેલા મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકરોએ રેલી અને સભા યોજી
ભારતીય જનતા પાર્ટી દ્વારા 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી જીગ્નેશભાઈ સેવકને ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે આજે જીગ્નેશભાઈ સેવકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા લુણાવાડા શહેર ખાતેના નંદન આર્કેટ ખાતે પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી. જેમાં મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસી કાર્યકર્તા રાયસિંગજી અને વિજયભાઈ આઠવલે સાથે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, મહંત અરવિંદગિરી, શહેર ભાજપ પ્રમુખ હિમાંશુભાઈ શાહ, લુણાવાડા પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, સહિત ભાજપના અગ્રણી આગેવાનો હાજર રહ્યાં હતા અને સભા યોજાઈ હતી. ત્યાર બાદ નંદન આર્કેટ ખાતેથી મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકર્તાઓ સાથે ડીજેના તાલે રેલી યોજાઈ હતી. જે રેલી લુણાવાડા શહેરના ચરકોસીયા નાકા બસસ્ટેશન ચાર રસ્તા થઈ વરધરી રોડ પર થઈને મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી. જ્યાં પ્રાંત કચેરીમાં જઈ શુભ મુહૂર્તમાં જીગ્નેશભાઈ સેવકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.