જીગ્નેશ સેવકનો પ્રચાર:લુણાવાડામાં ભોજપુરી અભિનેતા અને સાંસદ રમીલાબેન બારાએ સભા સંબોધી; મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

મહિસાગર (લુણાવાડા)4 દિવસ પહેલા

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા જોર સોરમાં સભાઓ, ખાટલા બેઠકો યોજી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભા યોજવામાં આવી હતી. જેમાં જાણીતા ભોજપુરી અભિનેતા રવિ કિશન અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ જીગ્નેશભાઈ સેવક પ્રચાર અર્થે આવ્યા હતા અને સભા સંબોધી હતી.

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં
લુણાવાડા નગરના નંદન આર્કેટ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભા યોજવામાં આવી હતી. જેમાં જાણીતા ભોજપુરી અભિનેતા રવિ કિશન અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ સભા સંબોધી હતી. લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવકનો પ્રચાર કર્યો હતો અને જીગ્નેશભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું. આ સભામાં જિલ્લાના અને લુણાવાડા તાલુકા શહેરના ભાજપના અગ્રણી હોદ્દેદારો, કાર્યર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...