મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકાનાં 62 ગામના પટેલીયા સમાજ ના મોટી સંખ્યા મા મહીલા સહીત બાળકો અને પુરુષો અચાનક કલેકટર કચેરી આવી ગયા હતા. છેલ્લાં કેટલાય સમયથી સમાજ દ્વારા ધરણા અંગેની મંજૂરી માંગવામાં આવી હતી તે ન મળતાં આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે સમાજના મોટી સંખ્યામા લોકો કચેરીએ દોડી આવી ટોળાં માંથી એક વ્યક્તિ દ્વારા કેરોસીન છાટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં પોલીસ કાફલો સેવા સદન ખાતે આવી ગયો હતો. મહિલા પોલીસ સહીત મોટી સંખ્યામા કચેરીનાં અઘિકારીઓ દોડી આવ્યા હતા.
અને નિવાસી કલેકટર ઓફિસમાં શરીર પર કેરોસીન છાંટી પોતાની જાતને મોતના મુખમા ધકેલવાનો પ્રયત્ન કરતા અધિકારીઓ સહિત નિવાસી કલેકટર દ્વારા તેની પાસેથી કેરોસીન ભરેલી બોટલ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે તુરંત જિલ્લા પોલીસ સહિત ડી.વાય.એસ.પી સહિત LCB અને લુણાવાડાનો સ્ટાફ આવી જતા તમામને ઓફિસમાંથી બહાર કાઢી મામલો થાળે પાડયો હતો.
આ ઘટનામાં મોટી સંખ્યામા વિદ્યાર્થી સહીત મહિલા અને પુરુષોની અટકાયત કરવામાં આવી હતી. જો કે કોઈ નુક્સાન ન થતાં વહીવટી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. અગાઉ પટેલીયા સમાજની પટેલીયા નીમાબેન અને પટેલીયા જ્યોત્સનાબેન દ્વારા ગાંધીનગર ખાતે તેમજ જીલ્લા કલેકટર ખાતે લેખિતમાં પોતાની સહી કરીને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
જાતિના દાખલાને લઈને તાલુકામાં કોંગ્રેસ-ભાજપમાં રાજકારણ ગરમાયંુ
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા ત્યારે પટેલિયા સમાજના લોકોને દાખલા અપાવવાનો વાયદો કર્યો હતો. જે પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા તેમ છતાં ના થયો. તો બીજી તરફ ચૂંટણી આવતા કોંગ્રેસ દ્વારા ખાનપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવતા કોંગ્રેસ ભાજપમાં રાજકારણ ગરમાયુ હતું.
પુરાવા રજૂ કરે તો જાતિના દાખલા અાપીઅે
જાતીનો દાખલો આપવામાં કોઈ વાંધો નથી. પરંતુ પૂરતા કાગળો જોઈએ વર્ષ 1950 પહેલાના આદિવાસી છે એવા કોઈ પુરાવા નથી. પુરાવા રજુ કરે તો અમને દાખલો આપવામાં કઈ વાંધો નથી અને આ બાબતે નિવાસી કલેકટરે અપીલ પણ નામંજૂર કરેલ છે. >ઇશ્વર પટેલ, લુણાવાડા મામલતદાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.