લુણાવાડા તાલુકાના કણજાવ નો નરેશભાઈ પરમાર તા.6 ફેબ્રુના રોજ મિત્ર વિપુલ પટેલ, તુષાર પટેલ, રાહુલસિંહ રાઠોડ, લાલસર ખાતે હોટલ ઉપર હાજર હતા. તે દરમ્યાન ઉચરપી આધેલી ગામના કલ્પેશ ઉર્ફે ભોદીયો ગલાભાઇઅે તેના મોબાઇલથી નરેશભાઈને કોન કરી મને જણાવેલ કે હુ અગાઉ દારૂનો ધંધો કરતો હતો તે કેમ બંધ કરાવેલ તેમ કહી ફોન ઉપર મા બેન સમાણી ગાળો તથા જાતી વિષયક શબ્દો બોલ્યો હતો.
થોડીવાર બાદ કલ્પેશભાઇના પિતા ગલાભાઇ મણીભાઇ નરેશની હોટલ ઉપર વાતચીત ચાલતી હતી. તેવામાં કલ્પેશભાઇ ઉર્ફે ભોદીયો ગલાભાઇનું ઉપરાણુ લઇ તેના મિત્ર જયદીપસિંહ અમરસિંહ ચૌહાણ મનીષભાઇ જગદીશભાઇ મહેરા તથા કુમાર ગોપાલભાઇ ભોઇ આ ત્રણેય જણા નરેશને ધમકી આપવામાં આવી હતી. જે બાબતે કોઠંબામા પોલીસ મથકે 4 ઈસમો સામે એટ્રોસીટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ 20 દિવસ પછી આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે આરોપી મનીષ મહેરા બીજેપીના યુવા મોરચાના પ્રમુખની હાજરીમાં બાલાસિનોર ધારાસભ્યના કાર્યાલયમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેતા અાશ્ચર્ય સર્જાયુ છે.
આજે ધરપકડ થશે કોઠંબામા પોલીસ મથકે 4 ઈસમો સામે એટ્રોસીટીની ફરીયાદ નોંધાઇ છે. જે અંગે કોઈ રાજકીય પ્રેસર નથી અમને ટાઇમ નથી મળતો સ્ટાફને ધરપકડ કરવાની સૂચના આપી છે. આજે ધરપકડ થશે. - પી એસ વડવી, Dysp મહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.