મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેની પી.એન.પંડ્યા આર્ટ્સ કોલેજ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા કવિ સંમેલન 'પ્રથમ પૂજ્યાની લાજું રાખજો' વિષય પર યોજાયું હતું. જેમાં ખ્યાતનામ કવિઓએ તેમની કૃતિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહેમાનો, મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી, પ્રાધ્યાપક, આચાર્ય અને તમામ શ્રોતાઓ નિહાળી મંત્રમુગ્ધ થાય હતા.
ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને પી.એન.પંડ્યા આર્ટ્સ, એમ.પી.પંડ્યા સાયન્સ અને ડી.પી.પંડ્યા કોમર્સ કોલેજ, લુણાવાડાના સયુંકત ઉપક્રમે આયોજીત "પરથમ પૂજયાની લાજું રાખજો" કવિ સંમેલન યોજાયું હતું. ગુજરાતી સાહિત્યને સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે કવિ સંમેલન યોજવામાં આવતા હોય છે. જેમાં કવિઓ તેમજ ભાષાના રસિકો ઉમટી પડતા હોય છે. તેવું જ એક કવિ સંમેલન પ્રથમ પૂજાની લાજુ રાખજો. લુણાવાડા શહેરની પી.એન પંડ્યા આર્ટસ કોલેજ ખાતે યોજાયું.
આ કવિ સંમેલનને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના સાથે શુભારંભ કરાવ્યો હતો. આ સંમેલનમાં જાણીતા સિધ્ધહસ્ત અને નીવડેલાં કવિઓ રાજેન્દ્ર શુક્લ, કૃષ્ણ દવે, ગાયત્રી ભટ્ટ, વિનોદ જોશી,પ્રવીણ દરજી, રાજેશ વ્યાસ મિસ્કીન, કાનજી પટેલે કાવ્ય રચનાઓનો સાહિત્ય પ્રકાશ પાથર્યો હતો. જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી, આચાર્ય, પ્રાધ્યાપક ગણ, વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિક શ્રોતાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત કવિઓએ પોતાની રચનાઓ પોતાના અનોખા અંદાજમાં રજૂ કરતા ઉપસ્થિ શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. અને સમગ્ર કોલેજ કેમ્પસએ સાહિત્યના રંગે રંગાયું હતું. ઉપસ્થિત કવિઓએ આ કાર્યક્રમના ખૂબ વખાણ કર્યા હતા. ગુજરાતી ભાષા યુવા કવિઓ માટે શ્રેષ્ઠ છે અને તેમાં ઘણું સંશોધન થઈ શકે તેમ છે તેમ કહ્યું એ જણાવ્યું હતું. ત્યારે ઉપસ્થિતઓનો શ્રોતાનો ઉત્સાહ જોઈ અને કવિઓ પણ ગદગતિ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.