ચૂંટણી સંગ્રામ 2022:લુણાવાડા-બાલાસિનોર ખાતે જનરલ ઓબ્ઝર્વએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું; તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે આજરોજ જનરલ ઓબ્ઝર્વએ લુણાવાડા અને બાલાસિનોર ખાતેના સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતુ.

તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. આ તકે જનરલ ઓબ્ઝર્વએ સ્ટ્રોંગ રૂમનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓએ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારી પુરી પાડી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવીન પંડ્યા, પોલીસ વડા આર.પી બારોટ, નાયબ ચૂંટણી અધિકારી કુંજલ શાહ તેમજ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...