પદયાત્રીઓને સેફટી જેકેટ અપાયા:ARTO કચેરી મહીસાગર દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે રેડિયમ રેફલેક્ટર વાળા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું

મહિસાગર (લુણાવાડા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાદરવી પૂનમે અંબાજી ખાતે વિશાળ મેળો ભરાય છે. જ્યાં ભાદરવા મહિનાના પ્રારંભથી જ લાખોની સંખ્યામાં ભક્તો માઁ આદ્યશક્તિ અંબાના દર્શનાર્થે પગપાળા રથ લઈ સંઘો નીકળે છે. તેવામાં પદયાત્રીઓની સલામતીએ ખૂબ જરૂરી છે. ત્યારે પગપાળા અંબાજી જતા ભક્તોમાં માર્ગ સલામતી માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી લુણાવાડા મહીસાગર દ્વારા રેડિયમ રેફલેક્ટર વાળા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લીંબડીયા થી બાબલિયા સુધી ચાલતા જતા પદયાત્રીઓને સેફટી જેકેટ આપાયા
ARTO કચેરી દ્વારા હાલોલ શામળાજી હાઇવે પર ખાનપુર તાલુકાના લીંબડીયાથી બાબલિયા સુધી પગપાળા જતા 300 જેટલા પદયાત્રીઓને આ જેકેટ આપ્યા હતા. લોકોએ રોડ પર પગપાળા જતા કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તે વિશે માર્ગ સલામતિની માહિતી રોડ સેફટી ઓથોરિટીના જોઈન્ટ કમિશનર શબ્બીરભાઈ અને ARTO લુણાવાડાના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો આગાઉ અંબાજી પગપાળા જતા યાત્રીઓને અરવલ્લી જિલ્લાના માલપુર પાસે અકસ્માત નડ્યો હતો અને 7 જેટલા પદયાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...