રજૂઆત:દાહોદ આદિવાસી બચાવો સમિતિ દ્વારા આવેદન અપાયું

લુણાવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા કલેક્ટરને દાહોદ આદિવાસી બચાવો સમિતિ દ્વારા આવેદન આપ્યું. ખાનપુર અને લુણાવાડા તાલુકાનાં પટેલીયા અટક ધરાવતા ઇસમો પટેલીયા સમાજ તરીકે જાતિ ના દાખલાની માંગણી બંધારણના નિયમોને વિરુદ્ધ છે. તેવા અાક્ષેપ કરવામાં અાવ્યા છે. અને તેમને કોઈપણ સંજોગોમાં દાખલા મળવા જોઈએ નહીં અને જો તેવું કરવામાં આવશે તો દાહોદના પટેલીયા સમાજના લોકો અને દાહોદ આદિવાસી બચાવો સમિતિ કોઈપણ ભોગે સાખી લેશે નહીં અને તેઓ દ્વારા જે બોગસ આંદોલન કરવામાં આવી રહ્યું છે તે બિલકુલ ગેરબંધારણીય છે તેમજ કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં તેવી રજુઅાત કરી હતી.

સાચા આદિવાસી પટેલીયા તેમજ આદિવાસી પરિવાર એક થઈને લડીશું
1999 માં એ સ્પષ્ટ થઈ ગયું છે કે પટેલીયા, માલીવાડ, અટક ધારી છે જે અહેવાલ મુજબ ક્ષત્રિય, કોળી છે ત્યાર પછી 2001 માં પટેલીયા અટક ધારી પટેલીયા સમાજ લખતા થાય અને તેઓ અસમાજિક સગઠન બનાવી ખોટી રીતે આવેદન આપી દાખલાની માંગણી કરી છે. તે ખોટી છે અને તે બંધારણના વિરુદ્ધ છે તેમજ ચુટણી સમયે જિગ્નેશભાઈ સેવક દ્વારા ખોટી રીતે જાહેરાત કરી હતી. કે અમે દાખલા અપાવીશું તેથી આજે અસમાજિક તત્વોનું સગઠન ઊભું થઈ ગયું છે જેના લીધે સાચા આદિવાસી પટેલીયા તેમજ આદિવાસી પરિવાર એક થઈને લડીશું.> કેતન બામણીયા, સામાજિક કાર્યકર દાહોદ

અન્ય સમાચારો પણ છે...