લુણાવાડાના ગોધરા હાઇવે તાલુકા પંચાયતની બાજુમાં આવેલ ગાંધીકુટિર ખાતે આજરોજ લુણાવાડા પેન્શનર્સ સિનિયર સીટીઝન્સ ચેરીટેબલ ટ્રસ્ટની ત્રીજી વાર્ષિક સામાન્ય સભા ગાંધીકુટીર હોલમાં યોજાઇ હતી. આ સભામાં લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન જે. મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખ જયંતિકાબેન, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના મેનેજર સંજયભાઈ નાગર તેમજ કુબીર આશ્રમમાં મહંત પુરુષોત્તમદાસજી તેમજ મોટી સંખ્યામાં સિનિયર સીટીઝન્સ ભાઈ-બહેનો અને નગર પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આ ટ્રસ્ટ સાથે જોડાયેલ સભ્યોમાંના 70 વર્ષ પૂર્ણ થયેલ તેવા સભ્યોનું સન્માન આમંત્રિત મહેમાનો દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું. સભામાં પેન્સનર્સ સિનિયર સીટીઝન્સને ગાંધીકુટીર હોલ ઉપયોગ માટે આપવા બદલ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાનો પરીચય રમણભાઈ પ્રજાપતિ, સંસ્થાની કાર્યવાહી તથા પ્રગતિ અહેવાલ મહામંત્રી જયંતિભાઈ પટેલે તેમજ આભારવિધી સંસ્થાના ઉપપ્રમુખ બી.આર. પટેલે કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાન તેમજ વૃક્ષારોપણ બાદ સૌ સાથે ભોજન લઈ છૂટા પડ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.