• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Anganwadi Worker Sisters Of Mahisagar District Sent A Letter Of Appeal To The Additional Resident Collector With Various Questions Including Increase In Honorarium.

આંગણવાડી બહેનોની રજૂઆત:માનદ વેતન વધારા સહિતના વિવિધ પ્રશ્નો સાથે મહીસાગર જિલ્લા આંગણવાડી વર્કર બહેનો દ્વારા અધિક નિવાસી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

મહિસાગર (લુણાવાડા)23 દિવસ પહેલા

મહીસાગર જિલ્લા આંગણવાડી વર્કર-હેલ્પરના માનદ વેતન વધારા સહિતના અલગ-અલગ પ્રશ્નોને લઈ આજે મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાની આંગણવાડી વર્કર અને - હેલ્પર બહેનો મોટી સંખ્યામાં ભેગા થઈને મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેકટર એ.આઈ.સુથારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પોતાના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવે તેવી રાજુવાત કરી હતી. જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આંગણવાડી વર્કરની વિવિધ પડતર માંગો
1. સરકારી નોકરિયાતને મળતા લઘુતમ વેતન આપવની માગણી છે, પરંતુ તે દરમિયાન વચગાળાની રાહત રૂપે વર્કરને મળતા રૂપિયા 7,800 માં વધારો કરી 22,000 કરવા તથા હેલ્પરને મળતા 3,900 માં વધારો કરી 7500 કરવા

2. 2019ના વર્ષમાં આપેલ મોબાઈલ સારી રીતે ચાલતા ન હોવાથી નવા સારા મોબાઈલ આપવામાં આવે

3. તમામ રાજ્યોમાં નિવૃત્તિની વય મર્યાદા 60 છે, જ્યારે ગુજરાતમાં 58 વર્ષ છે. જે 60 વર્ષ કરવામાં આવે

4. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગ્રેચ્યુઇટીની રકમ તાકીદે ચુકવવામાં આવે તથા પેન્શન - પ્રો, ફંડ યોજના લાગુ કરવામાં આવે

5. બાળકો કુપોષિત માતાના આહાર માટેની ફળવણીની રકમ વર્તમાન મોંઘવારીના પ્રમાણમાં વધારો કરવામાં આવે

6. પોષણ સુધા યોજનામાં લાભાર્થી સગર્ભા માતાના પૂર્વ ભોજન માટે માત્ર 19 રૂપિયા આપવામાં આવે છે જે વધારી 80 રૂપિયા આપવામાં આવે

7. જિલ્લા તાલુકા ફેર બદલીની એક તક આપવામાં આવે

8. પોષણ ટેકર અને રોજિંદા ફોટો મોકલવા અને કાર્યક્રમોના કારણે પોષણની કામગીરી તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર અવળી અસર પડતી હોય તે અંગે ફેર વિચારણા કરવામાં આવે

9. વર્કરમાંથી સુપરવાઈઝરનું અને હેલ્પર માથી વર્કર તરીકે પ્રમોશન 50% જગ્યા ઉપર આપવાના કેન્દ્ર સરકારના પરિપત્રનો તાત્કાલિક અમલ કરી અને પ્રમોશન આપવામાં આવે

આ તમામ પ્રશ્નો સાથે આવેદનમાં બહેનો દ્વારા રજૂ કરીને મંત્રી તથા સચિવ કક્ષાએ બેઠક યોજવા અથવા મુલાકાતનો સમય ફાળવવા તથા નિર્ણય કરવા વિનંતી છે, તેવું તઓ દ્વારા જણાવાયું છે. વધુમાં તેઓએ આવેદન પત્રકમાં જણાવ્યું છે કે અમે લાંબા સમયથી રજુઆત કરતા હોય ધીરજનો અંત આવેલ છે. તેવું આવેદનમાં જણાવી મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેકટર મારફતે મુખ્ય મંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને જો આગામી સમયમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...