ગુજરાત રાજ્યમાં વારંવાર ભરતી કૌભાંડ જોવા મળે છે. ત્યારે આવોજ એક ભરતી કૌભાંડ મહીસાગર જિલ્લામાં થયો હોવાના આક્ષેપો સાથે અરજી કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (આઈ.સી.ડી.એસ.)માં પ્રોબેશન અધિકારી / ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી / કેસ વર્ક તરીકે તા.14 ફેબ્રુઆરી 2022ના રોજ નિયામક ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ મહીસાગરમાં અરજી કરેલ હતી.
મેરીટ યાદીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરતી આરજી ચૌહાણ દક્ષાબેન વિરાભાઈ ગામા.જૂના તા.લુણાવાડા દ્વારા કરવામાં આવી છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રથમ ઉમેદવાર ગેરહાજર હતા અને મારો ક્રમ મેરીટ યાદીમાં બીજા નંબર પર હતો. તે છોડીને મેરીટ યાદીમાં સાતમાં નંબર વાળી બહેનને ઓર્ડર આપી દીધેલ છે.
સદર પ્રક્રિયા સમાજ સુરક્ષા અધિકારીના મેળાપીણામાં થઇ હોવાના આક્ષેપો સાથે રાજ્ય કક્ષાના મંત્રી, જિલ્લા કલેક્ટર સહિત સાંસદ રતનસિંહ રાઠોડ સહિત અનેક અધિકારીઓ અરજી કરવામાં આવી હતી. રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં 11 મહિનાના કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં મેરીટ લિસ્ટ ઓફિસ બહાર મુકવામાં આવે છે. જ્યારે આ ભરતીમાં ઓફિસ બહાર લીસ્ટ ન મુકતા કાંઇક રંધાતુ હોવાનો અરજદારોમાં કચવાટ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.