કડાણા તાલુકા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશ માળીનો મૃતદેહ તા.29 જાન્યુ 2023ના રોજ બાલાસિનોર ખાતે તેમના ભાડાના મકાનમાંથી મળ્યો હતો. બાલાસિનોર પોલીસે જણાવ્યું હતું કે અલ્પેશ માળીનો મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જયારે મોતનું કારણ હજી અંકબંધ છે.
મહીસાગર જીલ્લાના બાલાસિનોર ખાતે તા.29 જાન્યુઆરીએ બંધ ઘરમાં મળેલ મૃતદૈહની ઘટનામાં ઉપલા અધિકારીના ત્રાસનો આક્ષેપ થઇ રહ્યો છે. જિલ્લાના કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અલ્પેશકુમાર માળીએ આપઘાતના એક અઠવાડિયા પહેલા તા. 21 જાન્યુઅારી 2023ના રોજ રાજ્યના મુખ્યમંત્રીને કરેલ અરજીમાં લખ્યું હતું કે તેઓ કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને વતન અમદાવાદ છે. પરિવારમાં માત્ર વૃદ્વ માતા -પિતા માતા છે. ત્યારે મૃતક અલ્કેશ માળીએ અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેમના ઉપલા ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે ગેરવર્તન કરે છે.
તેમના કરિયર બગાડવાની ધમકી આપે છે. અને તેમને અવારનવાર કારણ વગર નોટીશો આપી ત્રાસ આપવામાં આવે છે. મૃતકે એવું પણ જણાવ્યું હતું કે તેમને કચેરીમાંથી અન્ય કર્મચારીઓની જેમ સમયસર પગાર પણ આપવામાં આવતો ન હતો. અને અન્ય કર્મચારીઓને પણ આ પ્રકારનો ત્રાસ આપવામાં આવે છે મૃતકે જણાવ્યું છે સંતરામપુર પ્રાંત કચેરીના ઉચ્ચ અધિકારી અને ઓપેરેટર મારી પાસે તેમના અંગત કામો કરાવે છે. અને જો ન કરીએ તો કરિયર પણ પૂરું કરી દેવાની ધમકી આપવામાં આવે છે.
અવારનવાર આ અધિકારીઓની ધમકીથી હું હેરાન પરેશાન થઈ ગયો છું મેં મારી બદલી માટે કલેક્ટરને પણ મળ્યો હતો અને રજૂઆત કરી હતી. મૃતકે લખ્યું હતું કે આ અધિકારીઓના ત્રાસથી હું ત્રાસી ગયો છું હું કોઈ પગલું ભરીશ તો સઘળી જવાબદારી મને હેરાન કરનાર અધિકારીની હશે મને ન્યાય આપવા વિનંતી. ત્યારે તા. 24 ફેબ્રુઅારીએ સીએમ કચેરીથી આ બાબતના પત્રમાં અરજદાર આવું પગલું ન ભરે તેમજ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક મુખ્ય પોલીસ અધિકારી, કલેકટર મહીસાગર, પોલીસ અધિકારી (મહીસાગર)ને આપઘાતના એક મહીના બાદ જાણ કરાઇ હતી. તપાસ માટે પત્ર આવ્યો છતાં પણ ઉચ્ચ અધિકારી સામે ભીનું શકેલવાના ઇરાદે હજી સુધી કોઇ કાર્યવાહી થઈ નથી.
48 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં
સુસાઇડ નોટ માં દર્શાવેલ જવાબદાર અધિકારી અને કર્મચારીમાં કૌશિક જાધવ પ્રાંત અધિકારી સંતરામપુર, એ.વી. વલવાઈ ના. મામલતદાર બાલાસિનોર, નિલેશ શેઠ ના. મામલતદાર હાલ નિવૃત, શૈલેષ પટેલ ઓપેરેટર પ્રાંત કચેરી સંતરામપુર વિરુદ્ધ 48 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પોલીસે ગુનો નોંધ્યો નથી અને જવાદાર સામે કોઇ પગલાં પણ લીધા નથી.
પીએમ રિપોર્ટ હજુ બાકી છે
કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મીના મોતનું કારણ હજી અક બંધ છે અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પીએમ રિપોર્ટ હજુ બાકી છે. - નિનામા.પો. ઇ. બાલાસિનોર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.