ત્રણે પાર્ટીએ OBC ઉમેદવારો મેદાને ઉતાર્યા!:બાલાસિનોર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અજીતસિંહ ચૌહાણે ભવ્ય રેલી સ્વરૂપે પહોંચી નામાંકન પત્ર ભર્યું

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

મહીસાગર જિલ્લાની 121 બાલાસિનોર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ગઈ કાલે સાંજે બાલાસિનોર વિધાનસભાના હાલના ધારાસભ્ય અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે અજીતસિંહ ચૌહાણ રિપીટ થતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે. કાલે તેઓનું યાદીમાં નામ જાહેર થતા જ તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓ સાંજે ઘરે પહોંચતા જ તેમના નિવાસ સ્થાને ખુશીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અજીતસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ત્રણે પાર્ટીઓએ OBC ઉમેદવારો મેદાને ઉતાર્યા
અજીતસિંહ ચૌહાણે તેમના નિવાસ સ્થાન પાંડવા ગામ ખાતેથી સમર્થકો કાર્યકરો સાથે રેલી સ્વરૂપે બાલાસિનોર પહોંચી તેમનું નામાંકન પત્ર ભર્યું હતું. સમર્થકો કાર્યકરો સાથે બાલાસિનોર મામલતદાર કચેરી પોહચી તેઓએ ઉમેદવારી ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે બાલાસિનોર વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે અને ત્રી-પાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. તેવામાં ત્રણે પાર્ટીઓ દ્વારા આ બેઠક પર OBC ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. તો હવે મતદારોના મનને વધારે કયો ઉમેદવાર સ્પરસે છે અને કયા ઉમેદવારની જીત થાય છે, તે તો મત ગણતરી બાદ જ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...