સતત ત્રીજા દિવસે વરસાદના અમી છાટણાં:મહિસાગરના લુણાવાડા પંથકમાં બપોર બાદ વરસાદનું આગમન; લોકોએ વાતાવરણમાં પલટાથી ઠંડક અનુભવી

મહિસાગર (લુણાવાડા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની સાથે મહિસાગર જિલ્લા સહિત લુણાવાડા શહેરમાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. સવારથી જ લુણાવાડા પંથકમાં ગરમી અને બાફરાનો અનુભવાય રહ્યો હતો. ત્યારે સતત આજે ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણ બદલાયું હતું. અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. સાથે મેઘ ગર્જના અને વીજળીના ચમકા થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને સાંજના સુમારે વરસાદી છાંટા પડ્યા હતા.

ગતરોજ મોડી સાંજે મેઘ ગર્જના સાથે વરસાદ પડ્યો હતો
ગતરોજ મોડી સાંજે પણ લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારે આજે સતત ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણ બદલાતા લોકોએ બપોર બાદ ગરમીથી થોડી રાહત મેળવી છે. અને લોકો ભારે વરસાદની રાહ જોઈ રહ્યાં છે જેથી વાતાવરણમાં ઠંડક સાથે ખેડૂતના પાકોને સારો વરસાદ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...