CMનો સેલ્ફી ટાઈમ:સંતરામપુરમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યકરનો ફોન લઈ સેલ્ફી ખેચવા લાગ્યા

મહિસાગર (લુણાવાડા)8 દિવસ પહેલા

આગામી વિધાનસભા ચૂંટણીને લઈ CM ભુપેન્દ્ર પટેલ સંતરામપુર ખાતે ચૂંટણી પ્રચારે આવ્યા હતા, જ્યાં પ્રતાપપુરા મહાકાલ મંદિર ખાતેના મેદાને સભા સંબોધી હતી. જે દરમિયાન CMએ ભાજપના સિનિયર કાર્યકર્તા સાથે સેલ્ફી લીધી હતી. CM સાથે સિનિયર કાર્યકર્તા સેલ્ફી લેવા જતા CMએ તેમનો મોબાઈલ પોતાના હાથમાં લઈ સેલ્ફી લીધી હતી. ત્યારે સંતરામપુર ખાતે CM હળવા મૂડમાં જોવા મળ્યા હતા અને કાર્યકર્તાઓનાં દિલ જીત્યાં હતાં. ત્યારે સિનિયર કાર્યકર્તાનો મોબાઇલ લઈ સેલ્ફી લેતા કાર્યકર્તા ખુશ ખુશ થઈ ગયા હતા.

સંતરામપુર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સભા
આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિસાગર જિલ્લામાં પ્રચાર અર્થે આવ્યા હતા. જેમાં મહિસાગર જિલ્લાની 123 સંતરામપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.કુબેર ડીંડોરના પ્રચાર અર્થે આજે CMએ સંતરામપુર ખાતે સભા યોજી હતી. જ્યાં ભારતીય જનતા પાર્ટી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં અને ગુજરાતમાં જે વિકાસનાં કાર્યો કરવામાં આવ્યાં છે તેની વાત તેમણે કરી હતી. ત્યારે પંચમહાલ અને રાજપીપળામાં આદિવાસી વિસ્તારમાં બે યુનિવર્સિટીની સ્થાપના કરી તેમજ સરકારની વિવિધ યોજનાઓ જે પહેલાં લોકો સુધી નથી પહોંચતી તે હવે ભાજપના શાસનમાં લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી હોવાનું જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલની સિનિયર કાર્યકર્તાઓ સાથે સેલ્ફી
વધુમાં તેમણે ઉમેર્યું કે, બે દાયકા પહેલાં જે રમખાણો થતાં હતાં, તે રમખાણો ઉપર ભારતીય જનતા પાર્ટીએ કાબૂ મેળવ્યો છે. હાલ રાજ્યમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં જીવન જીવી રહ્યા છે. સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુબેર ડીંડોરને જંગી બહુમતીથી જિતાડવા માટે CM ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું. સંતરામપુરની સભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સભા સ્થળે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી અને કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા. ત્યારે લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સિનિયર કાર્યકર્તાના મોબાઇલમાં તેમની સેલ્ફી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...