સફળ ઓપરેશન:ઘૂંટણથી પરેશાન દોઢ મહિનાથી પથારીવશ વૃદ્ધાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી ચાલતા કર્યા

લુણાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તબીબે માજીના જોઈન્ટ રિપ્લેસમેન્ટનું  સફળ ઓપરેશન કર્યુ - Divya Bhaskar
તબીબે માજીના જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન કર્યુ
  • ડાબા ઘૂંટણમાં ઘસારાને કારણે છેલ્લા 15 વર્ષ થી દુખાવો રહેતો હતો

ગૂંથલી ના 68 વર્ષના ભુરીબેન પ્રજાપતિને ડાબા ઘૂંટણમા ઘસારાથી 15 વર્ષ થી દુખાવો રહેતો હતો. પગ કમાન આકારે વળી ગયો હતો. તેઓ અનેક હોસ્પિટલમા બતાવી ચુક્યા હતા. પણ વધારે પડતા વાંકા ઘૂંટણથી તેમનું ઓપરેશન થઇ શકતુ ન હતું. દોઢ મહીનાથી તેમનું અચાનક ચાલવાનું બંધ થયી ગયું હતું. તે માટે તેઓએ લુણાવાડાની સાંઈ હોસ્પિટલના ડૉ.સોહમ પટેલને બતાવ્યું હતું.

ડૉક્ટરે તેમનુ નિદાન કરીને જણાવ્યું કે તેઓને ઘૂંટણ નો ઘસારો તો છે જ પણ તેની સાથે ઘૂંટણના નીચેના હાડકામા ફ્રેક્ચર (Stress fracture) થયી ગયેલ છે. ઘૂંટણ ઘસાઈ ગયા બાદ લાંબા સમય સુધી ઓપરેશન ન કરાવનાર અને વધુ પડતાં વજનના કારણે આ ફ્રેક્ચર થતું હોય છે.

ડૉક્ટર દ્વારા આ દર્દી ને લાંબા પાયાનો સાંધો ફિક્સ કરી અને ફ્રેક્ચર અને ઘસારાનું એક જ સ્ટેજ મા ઓપરેશન કરીને દર્દીને બીજા દિવસે ચાલતા કરી દીધા હતા. હાલ તેઓ પગ ઉપર પૂરું વજન મૂકી ને કોઈ પણ ટેકા વગર સરળતા થી ચાલી શકે છે. ડૉ.સોહમ પટેલે આવા અનેક જટીલ ઓપરેશન લુણાવાડા ખાતે જ પુરા પાડી એક હોશિયાર ડૉક્ટરનું ઉદાહરણ પૂરું પાડેલ છે. તદ્ઉપરાંત તેમણે જોઈન્ટ રિપ્લેસમેન્ટની ટ્રેનિંગ જર્મની માંથી લીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...