સંતરામપુરમાં મેઘ મહેર:મહીસાગરમાં લાંબા વિરામબાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગરમી અને બફારાથી લોકોને રાહત મળી

મહિસાગર (લુણાવાડા)4 દિવસ પહેલા

મહીસાગરમાં થોડા દિવસોના વિરામ બાદ સંતરામપુરમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં વાદળીયા તાપની વચ્ચે ભેજ અને બફારા વાળા વાતાવરણનો લોકો અનુભવ કરી રહ્યાં હતા. ત્યારે આજે સાંજે અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.

આજનો આ વરસાદ ખેતરમાં થયેલ વાવણીને ફાયદારૂપ બનશે
સંતરામપુર શહેર તેમજ આસપાસમાં સાંજના 6 કલાક થી 7 કલાક સુધી વરસાદ વરસ્યો. જેના કારણે શહેરના બેન્ક ઓફ બરોડા , કોલેજ રોડ, પ્રતાપપુરા, શિકારી ફળિયા જેવા અનેક વિસ્તારોમાંથી પાણી વહ્યાં હતા. ત્યારે સંતરામપુર આસપાસના તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેતરમાં થયેલ વાવણીને ફાયદારૂપ બનશે, પરંતુ હજી સારા વરસાદની લોકો આશા રાખી રહ્યાં છે. જેથી સારા પ્રમાણમાં પાકનો ઉત્પાદન થાય. તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ માટે ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...