વાતવરણમાં ઠંડક પ્રસરી:લુણાવાડા શહેરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ, ગરમીથી લોકોને આંશિક રાહત મળી

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા

લુણાવાડા શહેર સહિત મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો અને ત્યારથી લોકો ગરમીની સાથે ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા હતા. તેવામાં આજે બપોરે બાદ લુણાવાડા શહેરમાં એકાએક પવનો ફૂંકાય હતા અને ત્યાર બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે વાતવરણમાં ઠંડક અનુભવાય છે.

વરસાદી ઝાપટું પડ્યા બાદ ઠંડો પવન ફૂંકાઈ રહ્યું છે અને ગાજવીજ થઈ રહી છે. જેથી કરીને હાલ ગરમીથી લોકોએ આંશિક નિઝાત અનુભવ્યો છે. ત્યારે ચાલુ વર્ષે જિલ્લા કેટલાક વિસ્તાર સારો વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...