વિધાનસભા ચૂંટણી 2022:લુણાવાડા બેઠક પરથી આપના ઉમેદવાર નટવરસિંહ સોલંકીએ નામાંકન પત્ર ભર્યું; બેન્ડવાજા સાથે વાજતે ગાજતે રેલી યોજી

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે હવે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવા મેદાને ઉતરી આવ્યો છે. જ્યારે મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે. ત્યારે આજે જિલ્લાની ત્રણ વિધાનસભા પૈકીની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી નટવરસિંહ મોતીસિંહ સોલંકીને ઉમેદવાર હાજર કર્યા છે. જેઓએ આજે નામાંકન પત્ર ભર્યું છે.

લુણાવાડા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવરસિંહ સોલંકી આજે નામાંકન પત્ર ભર્યું છે. લુણાવાડા તાલુકા આપ કાર્યાલય ખાતેથી સમર્થકો, કાર્યકર્તાઓ સાથે બેન્ડ, વાજા સાથે રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. આ રેલી લુણાવાડા આપ કાર્યાલય ખાતેથી નીકળી કોટેજ ચાર રસ્તા, લુણાવાડા ચાર રસ્તા, વરધરી રોડ થઈ સેવા સદન ખાતે પહોંચી હતી. જેમાં મહીસાગર જિલ્લા આપ પ્રમુખ પ્રશાંત ગુર્જર, જિલ્લા આપ મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...