દર્શને આવેલા યુવકનું નદીમાં ડૂબવાથી મોત:મહીસાગર નદીમાં ગરબો વળાવતી વખતે યુવકનો પગ લપસી પડ્યો; સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર નીકાળ્યો

મહિસાગર (લુણાવાડા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર નદીમાં ડૂબી જતાં એક 38 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુરા ગામના હોવાની વાત સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર યુવાન માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યો હતો. ત્યારબાદ તે મહીસાગર નદીમાં ગરબો વળાવવા જતા પગ લપસી ગયો હતો અને યુવક નદીમાં પડી ગયો હતો. નદીમાં ઊંડાઈ વધુ હોવાથી તે બહાર નીકળી શક્યો ન હતો.

સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે બાકોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. અવાર-નવાર મહી નદીમાં ડૂબી જવાથી લોકોનાં મોત નીપજે છે ત્યારે ફરીએક વાર આવી ઘટના બનવાથી વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...