મહીસાગર જિલ્લા પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા જિલ્લાના તમામ ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીઓને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તૈયાર કરવા માર્ગદર્શન આપવા તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંતર્ગત લુણાવાડા મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે યોજવામાં આવી હતી.
આ શિબિરમાં આગામી વર્ષ 2023-24માં ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.ડી.પટેલ અને મદદનીશ ખેતી નિયામક પી. કે. પટેલ, સાજીદ વ્હોરા, મહેશ દેસાઈ દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી વર્ષમાં અભિયાન હાથ ધરી ખેડૂત સમુદાય પ્રાકૃતિક ખેતી કરતા થાય અને તે બાબતે ઘનિષ્ઠ આયોજન કરવાના હેતુથી સમગ્ર શિબિર યોજવામાં આવી હતી. સ્વસ્થ અને નિરોગી સમાજનું નિર્માણ કરવા પ્રાકૃતિક ખેતીનો લક્ષ્યાંકને સિદ્ધ કરવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.