પર્યુસણ પર્વના પારણાં:લુણાવાડામાં જૈન સમાજના અનુયાયીઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા કાઢવામાં આવી

મહિસાગર (લુણાવાડા)25 દિવસ પહેલા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આજે ભાદરવા સુદ પાચમના દિવસે પર્યુસણ પર્વના પારણાં નિમિતે જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીર સ્વામીનું પૂજન અર્ચન કરીને તપસ્વીઓ દ્વારા નગરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભગવાન મહાવીર સ્વામીને પાલખી તેમજ રથમાં બિરાજમાન કરીને નગરના વિવિધ વિસ્તારોમાં આ રથયાત્રા ફરી હતી. જૈન ધર્મના તપસ્વીઓ, યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને વાજતે ગાજતે ત્રીસલા નંદન વીર કી ના ગગન ભેદી નારા સાથે આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવથી મહાવીર સ્વામી ભગવાનની રથયાત્રા કઢવામાં આવી હતી. જેમાં અનુકંપા દાન પણ કરવામાં આવ્યું હતું.

જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી
​​​​​​​
જૈન ધર્મમાં શ્રવણ માસની વદ બારસના દિવસથી પર્યુસણ પર્વનો પ્રારંભ થતો હોય છે. જે નવ દિવસ સુધી ચાલે છે અને ભાદરવા માસમાં આવતી સુદ પાંચમના દિવસે પારણાં યોજાય છે. આ નવ દિવસના સમય દરમિયાન જૈન ધર્મના (અનુયાયીઓ) તપસ્વીઓ દરરોજ પ્રતિક્રમણ કરતા હોય છે અને અંતિમ દિવસ એટલે કે પાચમના દિવસે વાજતે ગાજતે ભગવાનની શોભાયાત્રા કાઢતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પારણાંના દિવસે વિશાળ સંખ્યામાં જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...