પ્રજા માટે વિકાસ કાર્યો ખુલ્લાં મૂકાયાં:વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત લુણાવાડા ખાતે કાર્યક્રમ યોજાયો; MLA દ્વારા વિવિધ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયાં

મહિસાગર (લુણાવાડા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વાસથી વિકાસ યાત્રા, ગુજરાત વિકાસની ગાથા અંતર્ગત 20 વર્ષના વિશ્વાસ થકી સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા શહેરમાં આવેલ 52 પાટીદાર સમાજ ઘર ખાતે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈએ વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.

જીજ્ઞેશભાઈ સેવકની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ખાનપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉમેશભાઈ પટેલ, લુણાવાડા નગર પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, લુણાવાડા તાલુકા મંડળના પ્રમુખ કાનજીભાઈ પગી, ખાનપુર તાલુકા મંડળના મહામંત્રી વિનોદભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...