ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:મહીસાગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

મહિસાગર (લુણાવાડા)21 દિવસ પહેલા

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.03 નવેમ્બર, 2022ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-2022ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતીમાં આજરોજ મહીસાગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક માધ્યમોના મીડીયા મિત્રો સાથે પત્રકાર પરિષદ યોજાઈ.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ઇલક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમોના તંત્રીઓ/પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ ૩ વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક (123-સંતરામપુર) અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જિલ્લામાં કુલ 974 મતદાન મથકો આવેલા છે.

મહીસાગર જિલ્લામાં 3 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8,14,283 મતદારો નોંધાયેલો છે. જેમાં 4,16,503 પુરુષ મતદારો 3,97,764 મહિલા મતદારો, 16 થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિધા ઉપ્લબ્ધ કરાવવમાં આવશે.

ઉપરાંત જિલ્લાના પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબો તથા ભૂતપૂર્વ ચુંટણી પ્રક્રીયામાં પત્રકાર મિત્રો તથા સામાન્ય જનને પડેલી મુશ્કેલીનુ પુનરાવર્તન ન થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવુ ચુંટણી અધિકારીએ જણાવ્યું હતુ. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કુંજલ શાહ, સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલડાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...