સ્વાસ્થ્ય કાર્યક્રમ:લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજી કિશોરીઓને માહિતી અપાઇ

મહિસાગર (લુણાવાડા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજરોજ લુણાવાડાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સુમિત્રાબેન પંચાલ અને અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ના આયુષ મેડીકલ ઓફિસર ડૉ. આકાંક્ષા ચાવડાના માર્ગદર્શન હેઠળ તેમજ આયુષ તબીબ ડૉ.મોક્ષીકા શાહના સહકારથી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર-લુણાવાડામાં એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.

લુણાવાડા ખાતેના અર્બન હેલ્થ સેન્ટરના સ્ત્રી આરોગ્ય કાર્યકરની મદદથી આશા બહેનો,પિયર એજ્યુકેટર અને કિશોર કિશોરીઓને બોલાવીને કિશોરાવસ્થાના ફેરફારો એનિમિયા પોષક આહાર સ્વચ્છતા અને ખોરાકની ટેવો લોહતત્વ યુક્ત ખોરાક, ધુમ્રપાનથી થતી અસર જેવા આરોગ્યલક્ષી વિષયો પર ચર્ચા કરી, વિદ્યાર્થીઓનું ઉંચાઇ વજન કરવામાં આવ્યા. જેમાં આયુષ મેડીકલ ઓફિસર, FHW, આશા બહેનો, પિયર એજ્યુકેટર અને એડોલેસન્ટ હેલ્થ કાઉન્સિલર(RKSK)હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...