ભાજપ વિરોધી કૃત્ય કરતા સસ્પેન્ડ:લુણાવાડા નગર પાલિકાના સભ્ય અપક્ષ ઉમેદવારને સમર્થન આપતા ભાજપે પક્ષમાંથી તાત્કાલિક હટાવાયા

મહિસાગર (લુણાવાડા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક તરફ ઠંડીનો મોસમ જામ્યો છે, તો બીજી તરફ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, તેવામાં રાજકીય પાર્ટીનો તેજ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તેની વચ્ચે મહીસાગરના લુણાવાડા વિધાનસભા બેઠકમાં અપક્ષ ઉમેદવારને સમર્થન આપી પક્ષ વિરોધી કૃત્ય કરતા ભાજપના પાલિકા સભ્યને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

પક્ષ વિરોધી કૃત્ય કરતા પાલિકાના સભ્ય સસ્પેન્ડ ​​​​​​
મહીસાગર જિલ્લા ભાજપે પક્ષમાં અશિસ્ત સામે લાલઆંખ કરી પક્ષ વિરોધી કૃત્ય કરતા પાલિકાના સભ્ય પ્રાચીબેન ત્રિવેદીને પક્ષમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે. આગામી વિધાનસભા ચૂંટણીપ્રચારનો પ્રારંભ થયો છે. રાજકીય પાર્ટી દ્વારા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં પાર્ટી વિરુદ્ધ કૃત્ય કરતા પક્ષને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અપક્ષ ઉમેદવારી નોંધાવનારને પક્ષે સસ્પેન્ડ કર્યા
આગામી વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં પક્ષના ઉમેદવારો સિવાય અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવા મેદાને છે. જેઓને પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી પોતાની પાર્ટી સામે જ જંગ લડવા તૈયાર થયા છે. ત્યારે વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠકની કે જ્યાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય પણ અન્ય અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપ પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર બે અપક્ષ ઉમેદવારો જે પી પટેલ અને એસ એમ ખાંટને પક્ષે સસ્પેન્ડ કર્યા છે.

અન્ય કાર્યકર્તાઓમાં ફફડાટ ફેલાયો
ત્યારે પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેદવારોના સમર્થનમાં પ્રચારમાં નીકળનારા હોદ્દેદારો સામે પણ પાર્ટીએ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરતાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોદ્દેદારો એને ચુંટાયેલા સભ્યોમાં અને અન્ય કાર્યકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...