• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • A Meeting Was Held Under The Nutrition Abhiyan Under The Chairmanship Of District Development Officer K.D. Lakhani At The Video Conference Hall Of Mahisagar District Panchayat Office.

પોષણ અભિયાન:મહીસાગર જિલ્લા પંચાયત કચેરીના વિડિઓ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લખાણીના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

મહિસાગર (લુણાવાડા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાની જિલ્લા પંચાયત કચેરી ખાતેના વિડિઓ કોંફરન્સ હોલ ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સપ્ટેમ્બર-૨૦૨૨ ની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

'પોષણ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પોષણ અભિયાન અંતર્ગત ઉપસ્થિત અધિકારીઓએ પોષણના સપથ લીધા હતા. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ
જાગૃતિ, લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃતિ, જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવી અને જન-ભાગીદારી સુનિશ્ચિત કરવી તેમજ તાલુકાનાં તમામ લાભાર્થીઓને સહભાગી બનાવીને પોષણ માસનું નિદર્શન તથા પરામર્શ કરવાનો છે.

બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ હજાર રહ્યા
આ બેઠકમા આઈ સી.ડી.એસ અધિકારી શિલ્પાબેન ડામોર, ખેતીવાડી અધિકારી જગદીશભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરતભાઈ બારીયા, આરોગ્ય અધિકારી, રમત-ગમત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...