વિધાનસભા ચૂંટણીલક્ષી માર્ગદર્શન:મહિસાગરમાં ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોના અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ

મહિસાગર (લુણાવાડા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના જાહેર થયેલા કાર્યક્રમ અન્વયે મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારની તા.5મી ડિસેમ્બર, 2022ના રોજ ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરીક્ષક ઓમ પ્રકાશે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોના અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેની સાથોસાથ ઓમ પ્રકાશે પ્રત્યેક ટીમના વડાઓ સાથે સીધો સંવાદ કરી ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમની પાસેથી જાણકારી મેળવી હતી.

કેન્દ્રીય ખર્ચ નિરિક્ષક ઓમ પ્રકાશે મહિસાગર જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્તારની બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે જોવાનો ખાસ અનુરોધ કર્યો હતો. સાથેસાથ પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમોએ એકબીજા સાથે સુસંકલન જળવાઈ રહે તે જોવાની પણ ખાસ હિમાયત કરી હતી.

ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી તમામ ટીમોને કામ પ્રત્યે વાકેફ કર્યા
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ઓમ પ્રકાશે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી ઉક્ત તમામ ટીમોને ઉમેદવાર દીઠ નિયત કરાયેલી ખર્ચ મર્યાદા સહિતની જાણકારી સાથે ચૂંટણીલક્ષી ખર્ચ આદર્શ આચારસંહિતા તથા મુક્ત અને ન્યાયી ચૂંટણીની બાબતને ખાસ લક્ષમાં લઈ પ્રત્યેક ટીમને તેમની ફરજો ચીવટ પૂર્વક અદા કરવા જણાવ્યું હતું. સાથે પ્રત્યેક ટીમોએ પોતે જે-તે દિવસે કરેલી કામગીરીનો નિયત સમયસુચીમાં ઉપલી કક્ષાએ વાકેફ કરવા જણાવ્યું હતું.

ફરિયાદ કે સમસ્યા સંદર્ભે નંબર જારી કર્યો
મહિસાગર જિલ્લા પ્રજાજનો, રાજકિય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે સમસ્યા સંદર્ભે ખર્ચ નિરીક્ષક ઓબ્ઝર્વર ઓમ પ્રકાશે મો.9510679554 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...