વિધાનસભા ચૂંટણી-2022:મહીસાગરમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ચૂંટણી બંદોબસ્તને લઈ બેઠક મળી; તમામ અધિકારી હાજર રહ્યાં હતા

મહિસાગર (લુણાવાડા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તેને લઈ બંદોબસ્ત માટે બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આર.પી. બારોટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
રાજ્યમાં વિધાનસભા-2022ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ મોડમાં આવીને કામગીરી કરી રહી છે. મહીસાગર જિલ્લામાં યોજાનાર ત્રણ વિધાનસભા બેઠકો માટે 5 તારીખે મતદાન યોજાશે. ત્યાર બાદ 8 તારીખે સમગ્ર રાજ્યમાં મત ગણતરી યોજાનાર છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા આર.પી. બારોટની અધ્યક્ષતામાં ચૂંટણી બંદોબસ્તને લઈ બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના DYSP, PI, PSI, LCB અને SOG તમામ અધિકારી હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...